O Hriday Te Pan Bhala | ઓ હૃદય તેં પણ ભલા - Lyrics from album Suraj Dhalti Saanjno | સુરજ ઢળતી સાંજનો (1975)

ઓ હૃદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને,
ઓ હૃદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને,
જે નથી મારા બન્યાં, એનો બનાવ્યો છે મને!
ઓ હૃદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને…

આમ તો હાલત અમારા બેય ની સરખી જ છે,
આમ તો હાલત અમારા બેય ની સરખી જ છે,
મેં ગુમાવ્યાં એમ, એણે પણ ગુમાવ્યો છે મને.
ઓ હૃદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને…

એ બધાનાં નામ લઇ મારે નથી થાવું ખરાબ,
એ બધાનાં નામ લઇ મારે નથી થાવું ખરાબ,
સારાં-સારાં માનવીઓએ, સતાવ્યો છે મને.
ઓ હૃદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને…

આ બધાં ‘બેફામ’, જે આજે રડે છે મોત પર,
આ બધાં ‘બેફામ’, જે આજે રડે છે મોત પર,
એ બધાંએ, જિંદગી આખી રડાવ્યો છે મને.
એ બધાંએ. જિંદગી આખી રડાવ્યો છે મને…

ઓ હૃદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને…

  Female Lyrics
  Male Lyrics
  Chorus / Other Lyrics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *