Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Album | Avasar Vol-1 અવસર ભાગ-૧ (1988) |
---|---|
Singers | Manhar Udhas |
Lyricists | Shunya Palanpuri |
Composers | - |
Categories | Gazals |
Genres | - |
Language | Gujarati |
Publisher | - |
હું નથી પૂછતો ઓ સમય કે હજી…
હું નથી પૂછતો ઓ સમય કે હજી, તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા?
સિતમ કેટલા…
એટલું પ્રેમથી માત્ર કહી દે મને…
એટલું પ્રેમથી માત્ર કહી દે મને, જોઈએ તારે આખર જખમ કેટલા?
જખમ કેટલા…
હું નથી પૂછતો ઓ સમય કે હજી…
ઓ ખુદા! ફરેબોની દુનિયા મહીં, પ્રેમ તારો ખરેખર કસોટીજ છે.
ઓ ખુદા! ફરેબોની દુનિયા મહીં, પ્રેમ તારો ખરેખર કસોટીજ છે.
સાફ કહી દે…
સાફ કહી દે કે રાજી તને રાખવા, પૂજવા પડશે મારે સનમ કેટલા?
સનમ કેટલા…
હું નથી પૂછતો ઓ સમય કે હજી…
દર્દની લાગણીના ઘણા રૂપ છે, માત્ર આંશુજ હોવા જરૂરી નથી.
દર્દની લાગણીના ઘણા રૂપ છે, માત્ર આંશુજ હોવા જરૂરી નથી.
સ્મિત થઈને…
સ્મિત થઈને ફરકતા હશે હોઠ પર, વ્યક્ત થઇ ના શકે એવા ગમ કેટલા?
એવા ગમ કેટલા…
હું નથી પૂછતો ઓ સમય કે હજી…
પ્રેમ ઈર્ષ્યા થી પર ક્યાંય હોતો નથી, શબ્દથી વાત કેરું વતેસર થશે.
પ્રેમ ઈર્ષ્યા થી પર ક્યાંય હોતો નથી, શબ્દથી વાત કેરું વતેસર થશે.
હોઠ સીવીને …
હોઠ સીવીને ચુપચાપ જોયા કરો, મૌન પેદા કરે છે ભરમ કેટલા?
ભરમ કેટલા…
હું નથી પૂછતો ઓ સમય કે હજી…
સ્વાર્થની આતો છે ભક્તિલીલા બધી, આત્મપૂજા વિના “શૂન્ય” આરો નથી
સ્વાર્થની આતો છે ભક્તિલીલા બધી, આત્મપૂજા વિના “શૂન્ય” આરો નથી
એક ઈશ્વરને…
એક ઈશ્વરને માટે મમત કેટલો, એક શ્રદ્ધા ને માટે ધરમ કેટલા?
ધરમ કેટલા…