Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Album | Avasar Vol-1 અવસર ભાગ-૧ (1988) |
---|---|
Singers | Manhar Udhas |
Lyricists | Mareez |
Composers | - |
Categories | Gazals |
Genres | - |
Language | Gujarati |
Publisher | - |
“સુરા રાતે તો શું, વહેલી સવારે પી ગયો છું હું,
સમય સંજોગના, ગેબી ઈશારે પી ગયો છું હું.
કોઈ વેળા જરા ઓછી મળે, એની શિકાયત શું,
કોઈ વેળા, ગજાથી પણ વધારે પી ગયો છું હું.”
હશે મારી દશા કેવી, તને સમજાય છે સાકી?…
હશે મારી દશા કેવી, તને સમજાય છે સાકી?
હશે મારી દશા કેવી, તને સમજાય છે સાકી?
હવે પીધા પછી પણ, મારું દિલ ગભરાય છે સાકી.
હવે પીધા પછી પણ, મારું દિલ ગભરાય છે સાકી.
સુરા પિતા જે મારાથી, કૈક ઢોળાય છે સાકી,
સુરા પિતા જે મારાથી, કૈક ઢોળાય છે સાકી,
મને એમાં, હજારોની તરસ દેખાય છે સાકી.
મને એમાં, હજારોની તરસ દેખાય છે સાકી.
હશે મારી દશા કેવી, તને સમજાય છે સાકી?
હવે પીધા પછી પણ, મારું દિલ ગભરાય છે સાકી.
અસર આવી નથી જોઈ, મેં વારસોની ઈબાદત માં,
અસર આવી નથી જોઈ, મેં વારસોની ઈબાદત માં,
ફક્ત બે જામમાં તરતજ, જીવન બદલાય છે સાકી.
ફક્ત બે જામમાં તરતજ, જીવન બદલાય છે સાકી.
હશે મારી દશા કેવી, તને સમજાય છે સાકી?
હવે પીધા પછી પણ, મારું દિલ ગભરાય છે સાકી.
સૂર ની વાત કેવી, ઝેર પણ પિલે અગર કોઈ,
સૂર ની વાત કેવી, ઝેર પણ પિલે અગર કોઈ,
તો દુનિયામાં, એ ચર્ચાનો વિષય થઇ જાય છે સાકી.
તો દુનિયામાં, એ ચર્ચાનો વિષય થઇ જાય છે સાકી.
હશે મારી દશા કેવી, તને સમજાય છે સાકી?
હવે પીધા પછી પણ, મારું દિલ ગભરાય છે સાકી.
“મરીઝ” આવા નશામાં પણ, ઉઘાડી આંખ રાખે છે,
“મરીઝ” આવા નશામાં પણ, ઉઘાડી આંખ રાખે છે,
ખબર કોને કે, એની આંખ ક્યાં મીંચાય છે સાકી.
ખબર કોને કે, એની આંખ ક્યાં મીંચાય છે સાકી.
હશે મારી દશા કેવી, તને સમજાય છે સાકી?
હશે મારી દશા કેવી, તને સમજાય છે સાકી?
હવે પીધા પછી પણ, મારું દિલ ગભરાય છે સાકી.
હવે પીધા પછી પણ, મારું દિલ ગભરાય છે સાકી…