Physical Address

304 North Cardinal St.
Dorchester Center, MA 02124

Mrutyu Pachini Vaat | મૃત્યુ પછીની વાટ - Lyrics from album Suraj Dhalti Saanjno | સુરજ ઢળતી સાંજનો (1975)

 
Mrutyu Pachini Vaat | મૃત્યુ પછીની વાટ
Album Suraj Dhalti Saanjno
સુરજ ઢળતી સાંજનો (1975)
Singers Manhar Udhas
Lyricists Nazir Bharati
Composers -
Categories Gazals
Genres -
Language Gujarati
Publisher -
 

મૃત્યુ પછીની વાટ, વિકટ ના બનાવજો,
મૃત્યુ પછીની વાટ, વિકટ ના બનાવજો,
મારા મરણ માં કોઈ, ન આંસુ વહાવજો.
મૃત્યુ પછીની વાટ, વિકટ ના બનાવજો…

બાળકને એક બે ની રજુઆત ના ગમે,
બાળકને એક બે ની રજુઆત ના ગમે,
તો એને મારા સુખ ના પ્રસંગો ગણાવજો.
મૃત્યુ પછીની વાટ, વિકટ ના બનાવજો…

ત્યાંથી કદાચ મારે, અટકી પણ જવું પડે,
ત્યાંથી કદાચ મારે, અટકી પણ જવું પડે,
મારી કશી એ વાત ને મન માં ન લાવજો.
મૃત્યુ પછીની વાટ, વિકટ ના બનાવજો…

કે’છે તમારું સ્થાન નથી ક્યાંય પણ ‘નઝીર’,
કે’છે તમારું સ્થાન નથી ક્યાંય પણ ‘નઝીર’,
મકતાથી આ વિધાન ને ખોટું ઠરાવજો.
મૃત્યુ પછીની વાટ, વિકટ ના બનાવજો,
મારા મરણ માં કોઈ, ન આંસુ વહાવજો.
મૃત્યુ પછીની વાટ, વિકટ ના બનાવજો…

 

  Female Lyrics
  Male Lyrics
  Chorus / Other Lyrics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *