Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Album | Suraj Dhalti Saanjno સુરજ ઢળતી સાંજનો (1975) |
---|---|
Singers | Manhar Udhas |
Lyricists | Mareez |
Composers | - |
Categories | Gazals |
Genres | - |
Language | Gujarati |
Publisher | - |
હતા દીવાનગી ઉપર સમજદારીના પરદાઓ,
હતા દીવાનગી ઉપર સમજદારીના પરદાઓ,
તને પૂછી રહ્યો છું હું….
તને પૂછી રહ્યો છું હું, તને મળવાના રસ્તાઓ.
હતા દીવાનગી ઉપર સમજદારીના પરદાઓ,
હતા દીવાનગી ઉપર સમજદારીના પરદાઓ.
જીવન પૂરતી નથી હોતી… મુકદ્દર ની સમસ્યાઓ,
જીવન પૂરતી નથી હોતી… મુકદ્દર ની સમસ્યાઓ,
મરણની બાદ પણ બાકી રહી ગઈ હસ્ત રેખાઓ.
તને પૂછી રહ્યો છું હું….
તને પૂછી રહ્યો છું હું, તને મળવાના રસ્તાઓ.
કોઈ પાળે-નપાળે… ધરમના કાનૂન બાકી છે,
કોઈ પાળે-નપાળે… ધરમના કાનૂન બાકી છે,
પથિક આવે નહિ તો પણ પડી રહેવાના રસ્તાઓ.
તને પૂછી રહ્યો છું હું….
તને પૂછી રહ્યો છું હું, તને મળવાના રસ્તાઓ.
બધો આધાર છે, એના… જતી વેળાના જોવા પર,
બધો આધાર છે, એના… જતી વેળાના જોવા પર,
મિલનમાંથી નથી મળતા મહોબ્બતના પુરાવાઓ
તને પૂછી રહ્યો છું હું….
તને પૂછી રહ્યો છું હું, તને મળવાના રસ્તાઓ.
‘મરીઝ’ એથી વધુ શું જોઈએ યાદી શરાબીને,
‘મરીઝ’ એથી વધુ શું જોઈએ યાદી શરાબીને,
મદિરાલય માં ભટકે છે હજી તૂટેલી તોબાઓ.
તને પૂછી રહ્યો છું હું….
તને પૂછી રહ્યો છું હું, તને મળવાના રસ્તાઓ.
હતા દીવાનગી ઉપર સમજદારીના પરદાઓ,
હતા દીવાનગી ઉપર સમજદારીના પરદાઓ.