મૃત્યુ પછીની વાટ, વિકટ ના બનાવજો,
મૃત્યુ પછીની વાટ, વિકટ ના બનાવજો,
મારા મરણ માં કોઈ, ન આંસુ વહાવજો.
મૃત્યુ પછીની વાટ, વિકટ ના બનાવજો…
બાળકને એક બે ની રજુઆત ના ગમે,
બાળકને એક બે ની રજુઆત ના ગમે,
તો એને મારા સુખ ના પ્રસંગો ગણાવજો.
મૃત્યુ પછીની વાટ, વિકટ ના બનાવજો…
ત્યાંથી કદાચ મારે, અટકી પણ જવું પડે,
ત્યાંથી કદાચ મારે, અટકી પણ જવું પડે,
મારી કશી એ વાત ને મન માં ન લાવજો.
મૃત્યુ પછીની વાટ, વિકટ ના બનાવજો…
કે’છે તમારું સ્થાન નથી ક્યાંય પણ ‘નઝીર’,
કે’છે તમારું સ્થાન નથી ક્યાંય પણ ‘નઝીર’,
મકતાથી આ વિધાન ને ખોટું ઠરાવજો.
મૃત્યુ પછીની વાટ, વિકટ ના બનાવજો,
મારા મરણ માં કોઈ, ન આંસુ વહાવજો.
મૃત્યુ પછીની વાટ, વિકટ ના બનાવજો…