Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Album | Suraj Dhalti Saanjno સુરજ ઢળતી સાંજનો (1975) |
---|---|
Singers | Manhar Udhas |
Lyricists | Shunya Palanpuri |
Composers | - |
Categories | Gazals |
Genres | - |
Language | Gujarati |
Publisher | Universal Music India |
અમો પ્રેમીઓના જીવનમાં વસી છે,
આ સૌદર્ય સૃષ્ટિની જાહોજલાલી.
ધારા છે અમારા હૃદય કેરો પાલવ,
ગગન છે અમારા નયન કેરી પ્યાલી.
અમો પ્રેમીઓના…
અમે તો કવિ કાળને નાથનારા…
અમે તો કવિ કાળને નાથનારા,
અમારે તો આઠે પ્રહર છે ખુશાલી…
અમારે તો આઠે પ્રહર છે ખુશાલી.
આ બળબળતું હૈયું, આ ઝગમગતા નયનો,
ગમે ત્યારે હોળી, ગમે ત્યાં દિવાળી.
અમો પ્રેમીઓના…
મને ગર્વ છે કે આ મારી ગરીબી…
મને ગર્વ છે કે આ મારી ગરીબી,
અમીરાતની અલ્પતાઓથી પર છે…
અમીરાતની અલ્પતાઓથી પર છે.
સિકંદરના મરહુમ કિસ્મતના સોગંદ,
રહ્યા છે જીવન માં સદા હાથ ખાલી.
અમો પ્રેમીઓના…
તને એકમાંથી બહુની તમન્ના…
તને એકમાંથી બહુની તમન્ના,
બહુથી મને એક જોવાની ઇચ્છા…
બહુથી મને એક જોવાની ઇચ્છા.
કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી,
કરું છું હું પ્યાલા સુરાહી માં ખાલી.
અમો પ્રેમીઓના જીવનમાં વસી છે,
આ સૌદર્ય સૃષ્ટિની જાહોજલાલી.
ધારા છે અમારા હૃદય કેરો પાલવ,
ગગન છે અમારા નયન કેરી પ્યાલી.
અમો પ્રેમીઓના…