ઓ સિતમગર દાદ તો દે, મારી આ તદબીર ને…
ઓ સિતમગર દાદ તો દે, મારી આ તદબીર ને.
ઓ સિતમગર દાદ તો દે, મારી આ તદબીર ને.
લાજ રાખી લઉં છું તારી…
લાજ રાખી લઉં છું તારી, દોષ દઈ તકદીર ને.
ઓ સિતમગર દાદ તો દે, મારી આ તદબીર ને…
રૂબરૂમાં એની સામે, એમ જોવાયું નહીં.
રૂબરૂમાં એની સામે, એમ જોવાયું નહીં.
જેવી રીતે જોઉં છું હું…
જેવી રીતે જોઉં છું હું, એમની તસવીર ને.
ઓ સિતમગર દાદ તો દે, મારી આ તદબીર ને.
ઓ સિતમગર દાદ તો દે, મારી આ તદબીર ને…
વીંધનારાંઓ બરાબર જાય છે મંજિલ ઉપર,
વીંધનારાંઓ બરાબર જાય છે મંજિલ ઉપર,
પંથ બદલે એ નથી…
પંથ બદલે એ નથી આદત ગતીમય તીર ને.
ઓ સિતમગર દાદ તો દે, મારી આ તદબીર ને.
ઓ સિતમગર દાદ તો દે, મારી આ તદબીર ને…
એની અંદર શું હશે, મારી બલા જાણે ‘મરીઝ’.
એની અંદર શું હશે, મારી બલા જાણે ‘મરીઝ’.
બહાર તો પત્થર મળ્યા…
બહાર તો પત્થર મળ્યા, મસ્જિદ અને મંદિરને!
ઓ સિતમગર દાદ તો દે, મારી આ તદબીર ને.
લાજ રાખી લઉં છું તારી…
લાજ રાખી લઉં છું તારી, દોષ દઈ તકદીર ને.
ઓ સિતમગર દાદ તો દે, મારી આ તદબીર ને.
ઓ સિતમગર દાદ તો દે, મારી આ તદબીર ને…