લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી…
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.
લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો…
એની બહુ નજીક જવાની સજા છે એ,
એની બહુ નજીક જવાની સજા છે એ,
મળતો હતો જે દૂરથી…
મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો.
લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો.
દર્શનની ઝંખના હતી…
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.
લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો…
એ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો,
એ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો,
જેનો સમયની સાથ…
જેનો સમયની સાથ હ્રદયભાર પણ ગયો?
લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો.
દર્શનની ઝંખના હતી…
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.
લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો…
કેવી મજાની પ્રેમની દીવાનગી હશે!
કેવી મજાની પ્રેમની દીવાનગી હશે!
કે જ્યાં ‘મરીઝ’ જેવો…
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.
લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો.
દર્શનની ઝંખના હતી…
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.
લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો…
લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો…
વહેવાર પણ ગયો…
વહેવાર પણ ગયો…
વહેવાર પણ ગયો…