Main Taji Tari Tamanna | મેં તજી તારી તમન્ના - Lyrics from album Jeevan Maran Chhe Ek | જીવન મરણ છે એક (2010)

 
 
 

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.
મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
મેં તજી તારી તમન્ના…

મારી આ મજબૂર મસ્તીનો નશો ઉતરી ગયો,
મારી આ મજબૂર મસ્તીનો નશો ઉતરી ગયો,
આપ પણ એવું કહો છો કે મને આરામ છે.
મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
મેં તજી તારી તમન્ના…

આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.
મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
મેં તજી તારી તમન્ના…

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.
મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
મેં તજી તારી તમન્ના…

 

  Female Lyrics
  Male Lyrics
  Chorus / Other Lyrics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *