જીવન-મરણ છે એક, બહુ ભાગ્યવંત છું.
જીવન-મરણ છે એક, બહુ ભાગ્યવંત છું.
તારી ઉપર મરું છું, હું તેથી જીવંત છું.
જીવન-મરણ છે એક, બહુ ભાગ્યવંત છું…
ખૂશ્બૂ હજી છે બાકી, જો સૂંઘી શકો મને.
ખૂશ્બૂ હજી છે બાકી, જો સૂંઘી શકો મને.
હું પાનખર નથી, હું વીતેલી વસંત છું.
હું પાનખર નથી, હું વીતેલી વસંત છું.
જીવન-મરણ છે એક, બહુ ભાગ્યવંત છું.
તારી ઉપર મરું છું, હું તેથી જીવંત છું.
જીવન-મરણ છે એક, બહુ ભાગ્યવંત છું…
હદથી વધી જઈશ તો, તરત જ મટી જઈશ.
હદથી વધી જઈશ તો, તરત જ મટી જઈશ.
બિંદુની મધ્યમાં છું કે, તેથી અનંત છું.
બિંદુની મધ્યમાં છું કે, તેથી અનંત છું.
જીવન-મરણ છે એક, બહુ ભાગ્યવંત છું.
તારી ઉપર મરું છું, હું તેથી જીવંત છું.
જીવન-મરણ છે એક, બહુ ભાગ્યવંત છું…
રસ્તે પલાંઠી વાળીને બેઠો છું, હું ‘મરીઝ’.
રસ્તે પલાંઠી વાળીને બેઠો છું, હું ‘મરીઝ’.
ને આમ જોઈએ તો, ન સાધુ ન સંત છું.
ને આમ જોઈએ તો, ન સાધુ ન સંત છું.
જીવન-મરણ છે એક, બહુ ભાગ્યવંત છું.
જીવન-મરણ છે એક, બહુ ભાગ્યવંત છું.
તારી ઉપર મરું છું, હું તેથી જીવંત છું.
જીવન-મરણ છે એક, બહુ ભાગ્યવંત છું.
જીવન-મરણ છે એક, બહુ ભાગ્યવંત છું…