Varso Thi Sanghari Rakheli | વરસોથી સંઘરી રાખેલી - Lyrics from album Avasar Vol-1 | અવસર ભાગ-૧ (1988)

 
Varso Thi Sanghari Rakheli | વરસોથી સંઘરી રાખેલી
AlbumAvasar Vol-1 | અવસર ભાગ-૧ (1988)
SingersManhar Udhas
LyricistsSaif Palanpuri
Composers-
CategoriesGazals
Genres-
LanguageGujarati
Publisher-
 
 

વરસોથી સંઘરી રાખેલી, દિલની વાત જણાવું છું…
વરસોથી સંઘરી રાખેલી, દિલની વાત જણાવું છું.
મમતા રાખીને સાંભળજો… હું તમને બહુ ચાહું છું.
હું તમને બહુ ચાહું છું…

વાત કરો છો સખીઓ સાથે, જ્યારે ધીમી ધીમી.
મનની કળીઓ પણ ખીલે છે, ત્યારે ધીમી ધીમી.

મારી વાત હશે એમ માની, હું હરખાઉ છું મનમાં.
વડીલ જેવું કોક મળે તો, બહુ શરમાઉ છું મનમાં.

પગલાં જેવું લાગે છે, ત્યાં ફૂલો રોજ ધરું છું.
પગલાં જેવું લાગે છે, ત્યાં ફૂલો રોજ ધરું છું.
સાચું કહી દઉં મનમાં તો, ફેરા રોજ ફરું છું.

ચાલ તમારા જેવી જ્યારે, કોઈ લલના ચાલે છે.
એવી હાલત થાય છે બસ, મિત્રોજ મને સંભાળે છે.

પત્ર લખીને આજે તમને, દિલની વાત કહી છે મેં.
પત્ર લખીને આજે તમને, દિલની વાત કહી છે મેં.
કહેવાનું બસ એજ કે, તમથી છાની પ્રીત કરી છે મેં.

પણ આ છેલ્લી વાત કહ્યા વિણ, મારાથી રહેવાતું નથી.
કોને નામે પત્ર લખ્યો છે, એજ મને સમજાતું નથી.

એક જ ઈચ્છા છે, કે મારો પત્ર બધાને કામ આવે.
એક જ ઈચ્છા છે, કે મારો પત્ર બધાને કામ આવે.
પોતાની પ્રેમીકાને સૌ આ રીતે સમજાવે.

દુનિયાનાં સૌ પ્રેમીઓને, ભેટ અનોખી આપું છું.
મારા શબ્દો વાપરવાની છૂટ બધાને આપું છું.

શબ્દો મારા, પ્રેમ તમારો…
શબ્દો મારા, પ્રેમ તમારો, બંને સંયોગ થશે.
તો જીવનમાં…
તો જીવનમાં, કવિતાનો સાચો સદઉપયોગ થશે.

મળી ન હોય કોઈને, એવી જાગીરદારી મળશે.
દુનિયાની સૌ પ્રીતમાં…
દુનિયાની સૌ પ્રીતમાં મુજને ભાગીદારી મળશે.
મુજને ભાગીદારી મળશે…
મુજને ભાગીદારી મળશે….
મુજને ભાગીદારી મળશે….

 

  Female Lyrics
  Male Lyrics
  Chorus / Other Lyrics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *