Phool Kera Sparsh Thi | ફુલ કેરા સ્પર્શથી - Lyrics from album Suraj Dhalti Saanjno | સુરજ ઢળતી સાંજનો (1975)

 
 
 

ફુલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે,
એને રુઝાયેલા ઝખ્મો પણ યાદ આવી જાય છે.
ફુલ કેરા સ્પર્શથી…

કેટલો નજદીક છે આ દુરનો સબંધ પણ,
કેટલો નજદીક છે આ દુરનો સબંધ પણ,
હું હસું છું એકલો એ એકલા શરમાય છે.
ફુલ કેરા સ્પર્શથી…

કોઈ જીવનમાં મરેલા માનવીને પુછજો,
કોઈ જીવનમાં મરેલા માનવીને પુછજો,
એક મૃત્યૃ કેટલા મૃત્યૃ નભાવી જાય છે.
ફુલ કેરા સ્પર્શથી…

એક પ્રણાલીકા નભાવું છું, લખું છું ‘સૈફ’ હું,
એક પ્રણાલીકા નભાવું છું, લખું છું ‘સૈફ’ હું,
બાકી ગઝલો જેવું જીવન ક્યાં હવે જીવાય છે.

ફુલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે,
એને રુઝાયેલા ઝખ્મો પણ યાદ આવી જાય છે.
ફુલ કેરા સ્પર્શથી…

 

  Female Lyrics
  Male Lyrics
  Chorus / Other Lyrics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *