ગભરુ આંખોમાં કાજળ થઈ…
ગભરુ આંખોમાં કાજળ થઈ, લહેરાઈ જવામાં લિજ્જત છે.
ચર્ચાનો વિષય એ હોય ભલે, ચર્ચાઈ જવામાં લિજ્જત છે.
ગભરુ આંખોમાં કાજળ થઈ…
વેચાઈ જવા કરતાંય વધુ, વહેંચાઈ જવામાં લિજ્જત છે.
વેચાઈ જવા કરતાંય વધુ, વહેંચાઈ જવામાં લિજ્જત છે.
હર ફુલ મહીં ખૂશ્બૂ પેઠે, ખોવાઈ જવામાં લિજ્જત છે.
ગભરુ આંખોમાં કાજળ થઈ…
જે અંધ ગણે છે પ્રેમને, તે આ વાત નહિ જ સમજી શકે.
એક સાવ અજાણી આંખ થકી, અથડાઈ જવામાં લિજ્જત છે.
ગભરુ આંખોમાં કાજળ થઈ…
સારા-નરસાનું ભાન નથી પણ, એટલું જાણું છું ‘ઘાયલ’.
સારા-નરસાનું ભાન નથી પણ, એટલું જાણું છું ‘ઘાયલ’.
જે આવે ગળામાં ઉલટથી એ ગાઈ જવામાં લિજ્જત છે.
ગભરુ આંખોમાં કાજળ થઈ, લહેરાઈ જવામાં લિજ્જત છે.
ચર્ચાનો વિષય એ હોય ભલે, ચર્ચાઈ જવામાં લિજ્જત છે.
ગભરુ આંખોમાં કાજળ થઈ…