Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Movie | Love ni Bhavai Love ની ભવાઈ (2017) |
---|---|
Singers | Punit Gandhi, Smita Nair Jain |
Lyricists | - |
Composers | - |
Categories | Dhollywood |
Genres | - |
Language | Gujarati |
Publisher | - |
તું મારી થાય એવી આશા,
ને એવા દિલ ને દિલાસા,
શું સાચા થાશે?
ખરે જો આભના સિતારા,
તો જોઉં સપનાંઓ તારા,
શું પૂરા થાશે ?
જાદુ છે રહેવા દે,
આજે તું કહેવા દે,
કે કેટલું ચાહું તને…
ઓ..અથડાયા કરે છે,
મલકાયા કરે છે,
કે બોલાવ્યા કરે છે તું મને…
દેખાયા કરે છે,
સંભળાયા કરે છે,
કે સમજાયા કરે છે તું મને…
કે તારા મૌનના અવાજો,
બની ને પ્રેમનાં જહાજો,
વહી જાશે…
વીતી જે જાગતા ય રાતો,
કહી નથી જે એવી વાતો,
કહી જાશે…
બેહોશી રહેવા દે,
ઝરણું છે વહેવા દે,
સમજાયું ક્યાં આ કોઈ ને?
હો..અથડાયા કરું છું,
મલકાયા કરું છું,
કે બોલાવ્યા કરું છું હું તને…
દેખાયા કરું છું,
સંભળાયા કરું છું,
કે સમજાયા કરું છું હું તને…
હો.. હરખાયા કરું છું,
શરમાયા કરું છું,
કે મહેકાવ્યા કરે છે તું મને…
તરસાવ્યા કરે છે,
ભીંજાવ્યા કરે છે,
કે યાદ આવ્યા કરે છે તું મને…
તું મને…
હું તને…
તું મને…
હું તને…
તું મને… તું મને… તું મને…
હું તને…
તું મને…
હું તને…
તું મને…
હું તને…
તું મને…
હું તને…