Bas Durdasha No Etalo | બસ દુર્દશાનો એટલો - Lyrics from album Jeevan Maran Chhe Ek | જીવન મરણ છે એક (2010)

 
 
 

બસ દુર્દશાનો એટલો આભાર હોય છે,
બસ દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.
બસ દુર્દશાનો એટલો આભાર હોય છે,
બસ દુર્દશાનો એટલો…

દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી,
દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી,
એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે.
બસ દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.
બસ દુર્દશાનો એટલો…

કાયમ રહી જાય તો પેગંબરી મળે,
કાયમ રહી જાય તો પેગંબરી મળે,
દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે.
બસ દુર્દશાનો એટલો આભાર હોય છે,
બસ દુર્દશાનો એટલો…

જાણે છે સૌ ગરીબ કે વસ્તુ ઘણી ‘મરીઝ’,
જાણે છે સૌ ગરીબ કે વસ્તુ ઘણી ‘મરીઝ’,
ઈશ્વરથી પણ વિશેષ, નિરાકાર હોય છે.
બસ દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.
બસ દુર્દશાનો એટલો આભાર હોય છે,
બસ દુર્દશાનો એટલો…

 

  Female Lyrics
  Male Lyrics
  Chorus / Other Lyrics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *