હું મને શોધ્યા કરું, પણ હું તને પામ્યા કરું, તું લઈ ને આવે લાગણી નો મેળો રે…
સાથ તું લાંબી મજલ નો, સાર તું મારી ગઝલ નો, તું અધુરી વાર્તા નો છેડો રે…
મીઠડી આ સજા છે, દર્દો ની મજા છે, તારો વિરહ પણ લાગે વાહલો રે…
વાલમ આવો ને આવો ને, વાલમ આવો ને આવો ને, માંડી છે લવ ની ભવાઈ.
ઓ તા થૈયા થૈયા, તા થૈયા થૈ, તા થૈયા થૈયા, તા થૈયા થૈ.
કે વાલમ આવો ને આવો ને, મન ભીંજાવો ને, આવો ને…
કેવી આ દિલ ની સગાઇ, કે માંડી છે લવ ની ભવાઈ…
ઓ તા થૈયા થૈયા, તા થૈયા થૈ, તા થૈયા થૈયા, તા થૈયા થૈ.
રોજ રાતે કે સવારે ચાલતા ફરતા, હું અને તારા વિચારો મારતા ગપ્પા.
તારી બોલકી આંખો, જાણે ખોલતી વાતો, હર વાત માં હું જાત ભૂલું રે…
કે વાલમ આવો ને આવો ને, વાલમ આવો ને આવો ને, માંડી છે લવ ની ભવાઈ.
ઓ તા થૈયા થૈયા, તા થૈયા થૈ, તા થૈયા થૈયા તા થૈયા થૈ.
કે વાલમ આવો ને આવો ને, મન ભીંજાવો ને આવો ને…
કેવી આ દિલ ની સગાઇ, કે માંડી છે લવ ની ભવાઈ…
ઓ તા થૈયા થૈયા, તા થૈયા થૈ, તા થૈયા થૈયા, તા થૈયા થૈ.
યાદો ના બાવળ ને…, આવ્યા ફૂલ રે હવે.
તું આવે તો, દુનિયા… આખી ધૂળ રે હવે.
સપના, આશા, મંછા, છોડ્યા… મૂળ રે હવે.
તું આવે તો, દુનિયા… આખી હેજી ધૂળ રે હવે.
તા થૈયા થૈયા તા થૈયા થૈ…
તા થૈયા થૈયા તા થૈયા થૈ… ઓ…