Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Movie | Love ni Bhavai Love ની ભવાઈ (2017) |
---|---|
Singers | Jonita Gandhi |
Lyricists | Niren Bhatt |
Composers | Sachin - Jigar |
Categories | Dhollywood |
Genres | - |
Language | Gujarati |
Publisher | - |
કોફીની અરોમામાંથી, કિરણોના સોનામાંથી, નવી નવી આવે સવારો.
ધીમે ધીમે આંખ ખોલે, મીઠા મીઠા સપનેથી, ભીની ભીની પ્યારી સવારો.
રેડિયોની ટયૂન કોઈ, પંખીઓની ધૂન કોઈ, કે મસ્તીનાં ગીત બધાં.
વાગે છે આજે મનમાં, સા રે ગા મા પા સૂર બધા, બોલાવે જો.
હે જાગો રે જાગો રે જાગી, ઝૂમો રે ઘૂમો રે આવી, સોનેરી રૂપેરી સવાર.
ઉડો રે ઉડો આકાશે, નાચીને કૂદીને ચૂમી, લેજો રે લેજો વ્હાલી સવાર.
આઈ લવ યુ રે મારી સવાર
આઈ લવ યુ રે મારી સવાર
આઈ લવ યુ રે લવ યુ…
આઈ લવ યુ રે મારી સવાર
જાગો જાગો, જાગો જાગો,
જાગો જાગો, જાગો જાગો,
જાગો જાગો, જાગો જાગો,
જાગો રે…
ભાગો ભાગો, ભાગો ભાગો,
ભાગો ભાગો, ભાગો ભાગો,
ભાગો ભાગો, ભાગો ભાગો,
ભાગો રે…
હસ્લીંગ ને બસ્લીંગ આ કેવો દિવસ, ટ્રાફિકમાં જામે જામ છે બસ.
ઓ હીરો જરા આઘો તો ખસ બેટા, વેઈટિંગમાં મને નથી કોઈ રસ.
થોડી બસ ભારી છે, આપણી પણ તૈયારી છે, રાખ તું કોઈ ફાંકો નહીં.
હા બધી છે ખબર, મંજિલ પર છે આ નજર, કામે લાગો બસ વાતો નહીં.
કાલે કરીશું જો કોઈ બાકી છે મીઠી તકરાર, આજે બે ઘડી રહેવા દે આ સવાર.
હે જાગો રે જાગો રે જાગી, ઝૂમો રે ઘૂમો રે આવી, સોનેરી રૂપેરી સવાર.
ઉડો રે ઉડો આકાશે, નાચીને કૂદીને ચૂમી, લેજો રે લેજો વ્હાલી સવાર.
આઈ લવ યુ રે મારી સવાર.
આઈ લવ યુ રે લવ યુ…
આઈ લવ યુ રે મારી સવાર.