બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે, ત્યાં બધાના વિચાર દે.
સુખ જ્યારે જ્યાં મળે, ત્યાં બધાના વિચાર દે.
બસ એટલી સમજ મને પરવરદિગાર દે…
પીઠામાં મારું માન સતત હાજરીથી છે,
પીઠામાં મારું માન સતત હાજરીથી છે,
મસ્જિદમાં રોજ જાઉં તો…
મસ્જિદમાં રોજ જાઉં તો, કોણ આવકાર દે!
બસ એટલી સમજ મને પરવરદિગાર દે…
આ નાનાં-નાનાં દર્દ તો થાતાં નથી સહન,
આ નાનાં-નાનાં દર્દ તો થાતાં નથી સહન,
દે એક મહાન દર્દ…
દે એક મહાન દર્દ, અને પારાવાર દે.
બસ એટલી સમજ મને પરવરદિગાર દે.
બસ એટલી સમજ મને…
દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’,
દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો…
ચૂકવું બધાનું દેણ જો, અલ્લાહ ઉધાર દે.
બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે, ત્યાં બધાના વિચાર દે.
બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
બસ એટલી સમજ મને પરવરદિગાર દે…